Shree Sarvottam Karkirdi Margdarshan

Since a student enters High School, the affiliation of future career commences with his/her studies. This is such a stage where a student has to decide direction regarding his/her future career. Therefore, it is very much necessary that all students get guidance regarding different careers at High School level. In view of this importance, the Government of Gujarat also runs Career Corner Department for High School students. Vikas Vartul Trust publishes Best Career Guidance Magazine in this direction every month since 1990. Thousands of students take benefit of this magazine every month. This magazine is also very useful to College students in addition to High School students.

Under the title 'Vision' [Pathdarshan], this magazine includes information for admission in different courses, information for scholarship and recent educational news. In 'Education Abroad' section, information of examinations viz. TOEFEL, GRE/GMAT, information regarding loan/scholarship for studies abroad, the system of courses in different countries, fee structure etc. are provided in detail. Under 'Career Development', different career oriented information, its history, eligibility, colleges all over India, employment opportunities in Architecture, Interior Design, Medical, Nano-Technology, Bio-technology, Economist, Chartered Accountant, Company Secretary, Reporter, Modeling, Agriculture, Animal Husbandry, Advocate, Social Service, Fire Technology, Jewellery Design are provided in detail. Going though this information, a student gets resolution of all issues related to career development as per his/her own interest. Under 'Studies at Home' section, information of Recognized Universities of India teaching different courses is provided. In this magazine under 'Horizon' section, the resolution of issues which confuse students and unemployed is given i.e. the student informs his/her confusion by post or e-mail and the solution of said confusion by experts of Institute is printed in the magazine every month.

In addition, under 'Competitive World' section of this magazine, detailed information [with prescribed application form] regarding recruitment conducted by the State and Central Government is included, hence, the candidate can directly submit application in that regard with the help of said information and application form. Further, the question papers of different recruitment examination conducted in past alongwith solutions are published. These question papers prove very useful to the candidates preparing for recruitment examinations.

With an object that any candidate can commence his independent profession, detailed information of different industries is provided in this Magazine. The candidates are provided all information regarding investment, necessary raw material, machinery, production expense, percentage of sale and profit etc. Further, information regarding self employment through small businesses is also published. In addition, useful suggestions, true events, struggle stories etc. are included for inspiring students to become entrepreneurs.

Thus, this magazine of 48 pages includes all necessary matters for the development of students. It is very much necessary for all students from Std. 8th upto College to get and read.

શ્રી સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન

વિદ્યાર્થી જ્યારે હાઇસ્કૂલમાં આવે ત્યારથી તેના ભણતરની સાથે ભાવિ કારકિર્દીનું જોડાણ શરૂ થાય છે. આ એક એવો તબક્કો છે જ્યાં વિદ્યાર્થીએ પોતાની ભાવિ કારકિર્દી અંગે દિશા નક્કી કરવાની હોય છે. આથી દરેક વિદ્યાર્થીઓને હાઇસ્કૂલકક્ષાએ જુદી જુદી કારકિર્દી અંગેનું માર્ગદર્શન મળી રહે તે અત્યંત જરૂરી છે. આ અગત્યતાને ધ્યાનમાં લઇ ગુજરાત સરકાર દ્વારા પણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ માટે કેરિયર કોર્નર વિભાગ ચલાવવામાં આવે છે. વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા આ દિશામાં ૧૯૯૦ના વર્ષથી સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન સામયિક દર મહિને પ્રકાશીત થાય છે. દર મહિને હજારો વિદ્યાર્થીઓ આ મેગેઝીનનો લાભ ઉઠાવે છે. હાઇસ્કૂલ ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓ માટે પણ આ સામયિક ખૂબ જ ઉપયોગી છે.

આ સામયિકમાં પથદર્શન અંતર્ગત જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશની માહિતી, શિષ્યવૃત્તિની માહિતી તથા તાજેતરના શૈક્ષણિક સમાચારોનો સમાવેશ થાય છે. વિદેશ શિક્ષણ વિભાગમાં IELTS, TOFEL, GRE/GMAT જેવી પરીક્ષાઓની માહિતી, વિદેશમાં અભ્યાસ માટે લોન-શિષ્યવૃત્તિની માહિતી, જુદા જુદા દેશોમાં અભ્યાસક્રમોની પદ્ધતિ, ફી સ્ટ્રકચર વગેરે માહિતી સવિસ્તાર આપવામાં આવે છે. કારકિર્દી ઘડતર અંતર્ગત આર્કિટેકચર, ઈન્ટિરીયર ડિઝાઈન, મેડિકલ, નેનો-ટેકનોલૉજી, બાયોટેકનોલોજી, અર્થશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, પત્રકારત્વ, મોડલીંગ, એગ્રીકલ્ચર, પશુચિકિત્સક, વકીલાત, સમાજસેવા, ફાયર ટેકનોલૉજી, જવેલરી ડિઝાઈન જેવી જુદી જુદી કારકિર્દીલક્ષી માહિતી તેમનો ઇતિહાસ, લાયકાત, દેશભરમાં આવેલ કૉલેજો, રોજગારની તકો વગેરે છણાવટ સાથે સવિસ્તાર આપવામાં આવે છે. આ માહિતીના વાંચન સાથે જ વિદ્યાર્થીને પોતાના રસ મુજબની કારકિર્દી ઘડવા અંગે તમામ પ્રશ્નોનું નિરાકરણ મળી જાય છે. ઘેરબેઠાં અભ્યાસ અંતર્ગત દેશની જુદી જુદી ઘેરબેઠાં અભ્યાસક્રમો ભણાવતી માન્ય યુનિવર્સિટીઓની માહિતી આપવામાં આવે છે. ક્ષિતિજ અંતર્ગત આ સામયિકમાં વિદ્યાર્થીઓ અને બેરોજગારોને મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ આપવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી પોતાની મુંઝવણ ટપાલ મારફત કે ઇ-મેઇલથી જણાવે છે અને સંસ્થાના તજજ્ઞો દ્વારા આ મુંઝવણનો ઉકેલ મેગેઝીનમાં દર મહિને છાપવામાં આવે છે.

આ ઉપરાંત આ સામયિકમાં સ્પર્ધાજગત અંતર્ગત રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા થતી ભરતીની માહિતી સવિસ્તાર (નિયત અરજીપત્ર સાથે) સમાવવામાં આવે છે. એટલે ઉમેદવાર આ માહિતી અને અરજીપત્રની મદદથી સીધો જ તે સંદર્ભે અરજી કરી શકે છે. આ ઉપરાંત ભુતકાળમાં લેવાયેલ જુદી જુદી ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. આ પ્રશ્નપત્રો ભરતીપરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

કોઈપણ ઉમેદવાર પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે તે હેતુથી આ સામયિકમાં જુદા જુદા ઉદ્યોગોની માહિતી સવિસ્તાર સમાવવામાં આવે છે. આ માહિતી દ્વારા ઉમેદવારને ઉદ્યોગ શરૂ કરવા અંગે કરવું પડતું રોકાણ, જરૂરી કાચોમાલ, મશીનરી, ઉત્પાદન ખર્ચ - વેચાણ અને નફાની ટકાવારી જેવી તમામ બાબતોથી વાકેફ કરવામાં આવે છે. આ ઉપરાંત નાના નાના વ્યવસાયો દ્વારા સ્વરોજગારી મેળવવા અંગે પણ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગ સાહસિક બનવા માટે ઉપયોગી સુચનો, સત્યઘટનાઓ - સંઘર્ષગાથા વગેરે વિદ્યાર્થીઓને પ્રેરણા મળી રહે તે હેતુથી સમાવવામાં આવે છે.

આમ ૪૮ પાનાના આ મેગેઝીનમાં વિદ્યાર્થીઓના ઘડતર માટે જરૂરી તમામ બાબતોનો સમાવેશ થઇ જાય છે. ધોરણ ૮ થી કૉલેજ સુધીના દરેક વિદ્યાર્થીએ આ સામયિક વાંચવું અને વસાવવું અત્યંત જરૂરી છે.


Dhingamasti

Dhingamasti, a magazine for children started from 1999 has membership of about 14,000 and approx. One Lac children take benefit of reading.

As 30% literature in Dhingamasti having been prepared by children, this magazine consists stories of development of adventure, policy, education and patriotism, picture stories, articles of Science, Mathematics, General Knowledge, Laughter Stories etc. This magazine for children for development of artistic power, writing power and intellectual standard of children caters literature of about 600 pages a year. Each child becoming member is given special games gift worth Rs.125/- to Rs.160/- for playing during vacation.

The pictures drawn by children get place in Dhingamasti and hundreds of children make correspondence with Dhingamasti through 'knowledge discussion' section for colour filling competition, vocabulary competition, examination of 'Apply mind' and 'General Knowledge' for interest in mathematics.

Special original articles like 'inspiration for story' and 'writer in 50 paisa' have been developed for the development of writing power amongst children. Humorous statements and unforgettable events produced by children also get place. A section answering confusions of children has also been included and the responses of children are also welcomed. True events of courageous-brave children, true adventurous events within the country and abroad are published under the style of 'Bravo Friend' and 'Life - a name of going ahead'. True adventures of revolutionists and soldiers fighting at army front are praised.

In addition to picture stories, children activities are provided in Gujarati-English - both languages in 8 colourful pages, through which love towards education is developed amongst children of kindergartens.

ધીંગામસ્તી

૧૯૯૯થી શરૂ થયેલ ધીંગામસ્તી બાળ માસિકના ૧૪ હજાર જેટલા કુટુંબો સભ્ય છે ! અને એક લાખ જેટલા બાળકો વાચનનો લાભ ઉઠાવે છે.

ધીંગામસ્તીમાં ૩૦%થી વધુ સાહિત્ય બાળકો દ્વારા તૈયાર થયેલ હોય છે. આ સામયિકમાં સાહસ, નીતિ શિક્ષણ તથા દેશપ્રેમ વિકસાવતી બોધકથાઓ, ચિત્રકથા, વિજ્ઞાન-ગણિત-સામાન્યજ્ઞાનના લેખો, હાસ્યકથા હોય છે. બાળકોની કલા શક્તિ, લેખન શક્તિ તથા બુદ્ધિશક્તિને ખીલવતું આ બાળમાસિક વરસે ૬૦૦ જેટલા પાનાઓનું સાહિત્ય આપે છે. સભ્ય થનાર દરેક બાળકને વેકેશનમાં રમવા માટેની રૂ.૧૨૫ થી ૧૬૦ સુધીની ખાસ રમતો ભેટ આપવામાં આવે છે.

ધીંગામસ્તીમાં બાળકો દ્વારા દોરેલા ચિત્રોને સ્થાન મળે છે અને સાથો સાથ દર મહિને રંગપૂરણી હરિફાઈ, શબ્દભંડોળ સ્પર્ધા, ગણિતરુચિ માટે મગજ કસો તથા સામાન્યજ્ઞાન ચકાસણી માટે જ્ઞાનગોઠડી વિભાગ દ્વારા સેંકડો બાળકો ધીંગામસ્તી સાથે પત્રવ્યવહાર કરે છે.

બાળકોમાં લેખન શક્તિ વિકસાવવા વાર્તાપ્રેરણા તથા ૫૦ પૈસામાં લેખક જેવી ખાસ મૌલિક કટાર વિકસાવેલ છે. બાળકો દ્વારા રજુ થતાં ટૂચકા તથા અવિસ્મરણિય પ્રસંગોને પણ સ્થાન મળે છે. બાળકોની મૂંઝવણના જવાબ આપતો વિભાગ પણ સામેલ કરેલ છે અને બાળકોના પ્રતિભાવોને પણ આવકાર મળે છે. હિંમતવાન - બહાદુર બાળકોની સત્યઘટનાઓ, દેશવિદેશની સાચી સાહસિક ઘટનાઓને શાબાશ દોસ્ત તથા જીવન ચલનેકા નામ દ્વારા રજૂ કરાય છે. દેશના ક્રાંતિકારીઓ તથા લશ્કરના મોરચે લડતા જવાંમર્દોના સાચા સાહસોને બિરદાવવામાં આવે છે.

ચિત્રવાર્તાઓ ઉપરાંત ૮ રંગીન પાનાઓમાં ગુજરાતી-અંગ્રેજી બન્ને ભાષામાં બાળપ્રવૃત્તિઓ આપવામાં આવે છે જેના દ્વારા બાળમંદિરના ભૂલકાઓમાં શિક્ષણપ્રેમનો વિકાસ થાય છે.


Nokari Margdarshan

The recruitments take place every year on different posts in different departments-offices of Central and State Government. Generally, the advertisements of these recruitments are published in different newspapers, employment oriented magazines and internet. It is very much necessary that the candidates aspiring job get information of said recruitment in time. But in the matter of information of advertisement for job, the usage of all these sources is difficult for a common candidate. In view of these difficulties of candidates, an Employment Guidance Weekly has been introduced. This is such a Weekly, in which the information of Government job is published during the week and prescribed application forms for submitting application are reached to the candidates at home. Hundreds of youth have attained employment till today with the help of this weekly.

નોકરી માર્ગદર્શન

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગ - કચેરીઓમાં વિવિધ જગ્યાઓ પર વર્ષ દરમિયાન ભરતી થતી હોય છે. આ ભરતીની જાહેરાત સામાન્ય રીતે જુદા જુદા વર્તમાનપત્રો રોજગારલક્ષી સામયિકોમાં અને ઈન્ટરનેટ પર મૂકવામાં આવતી હોય છે. નોકરીવાંચ્છુક ઉમેદવારોને આ ભરતીની જાણકારી સમયસર મળી રહે તે અત્યંત જરૂરી છે. પરંતુ નોકરીની જાહેરાતની જાણકારી બાબતમાં આટલા બધા સાધનોનો ઉપયોગ એક સામાન્ય ઉમેદવાર માટે મુશ્કેલ છે. ઉમેદવારની આ મુશ્કેલીને ધ્યાનમાં લઇ સંસ્થા દ્વારા આ નોકરી માર્ગદર્શન સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું છે. આ એક એવું સાપ્તાહિક છે કે જેમાં અઠવાડિયા દરમિયાન પ્રસિદ્ધ થતી સરકારી નોકરીની માહિતી તથા તે માટે અરજી કરવા માટેના નિયત અરજીપત્રો ઉમેદવારને ઘેરબેઠા પહોંચાડવામાં આવે છે. આ સાપ્તાહિકની મદદથી આજ સુધીમાં સેંક્ડો યુવાનોને નોકરી મળેલ છે.


Online Application

At present, online application requires to be made in majority recruitments by the State and Central Government. The services of submitting online application is rendered by the Trust at a very relief rates.

ઓનલાઈન અરજી

અત્યારે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં થતી મોટાભાગની ભરતીમાં હવે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ટ્રસ્ટ દ્વારા આ ઓનલાઈન અરજી કરી આપવાની કામગીરી ખુબજ રાહતદરે કરી આપવામાં આવે છે.


General Knowledge - Intellegience Test

This is an era of competition. Today it has become very essential for each one to make own self development to survive in this era of competition. But in this area, it is very sad that the course being studied and competition through which one has to pass becomes totally contradictory matters, because for entrance test for admission in higher courses viz. MBA/MCA, Law or recruitment examination like GPSC, UPSC, Bank, Railway, the development of students does not take place which is required to take place at School-College level. As a result, compared to students of other State, the students of Gujarat lag behind in competitive examinations and lose chance of Government job. In view of this career oriented sadness of students of Gujarat, Vikas Vartul organizes General Knowledge - Intelligence Test every year in the month of September since 1977. The main object of Institute in organizing this examination is to familiarize the students for examinations viz. CSAT [Civil Service Aptitude Test], IBPS [Institute of Banking Personnel Selection], NDA, CDS, GPSC, PSI, UPSC, NET, CAT, MAT, TAT, Talati-cum-Mantri, Court Clerk, Railway, L.I.C. and advance development of students in that direction. Any student of Std. 5th upto College level can appear the said examination in Gujarati & English - both mediums. Each student participating in this examination is awarded Certificate and each student attaining place in first hundred at State Level is granted scholarship. This Test develops General Knowledge, Originality, Power of Thoughts, Power of Observation, Power of Understanding, Power of Logic amongst students. In view of importance of this examination, Schools also encourage students to participate in the said examination. More than One Lac students from more than 1200 Schools-Colleges of whole Gujarat State participate in this examination every year.

સામાન્યજ્ઞાન - બુદ્ધિકસોટી

આજનો યુગ સ્પર્ધાનો યુગ છે. સ્પર્ધાના આ યુગમાં ટકી રહેવા માટે આજે દરેકે પોતાનું સ્વઘડતર કરવું અત્યંત આવશ્યક થઇ ગયું છે. પરંતુ આ ક્ષેત્રે સૌથી મોટી ઉદાસીનતા એ છે કે વિદ્યાર્થી પોતે જે અભ્યાસક્રમ ભણે છે તથા તેની સામે જે સ્પર્ધામાંથી પસાર થવાનું છે, તે તદ્દન વિપરીત બાબત બની જાય છે. કારણકે એમ.બી.એ./એમ.સી.એ., લો જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશપરીક્ષા હોય કે જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., બેંક, રેલવે જેવી સરકારી નોકરી માટેની ભરતી પરીક્ષા હોય, તેના માટે વિદ્યાર્થીઓનું ઘડતર જે શાળા-કૉલેજકક્ષાએ થવું જોઇએ તે થઇ શકતું નથી, આને પરીણામે થાય છે એવું કે બહારના રાજ્યના વિદ્યાર્થીઓની સરખામણીમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ રહી જાય છે અને સરકારી નોકરી ગુમાવવાનો વારો આવે છે. ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દીલક્ષી આ ઉદાસીનતાને ધ્યાનમાં લઇ વિકાસ વર્તુળ દ્વારા ૧૯૭૭ની સાલથી સામાન્યજ્ઞાન - બુદ્ધિકસોટી પરીક્ષાનું આયોજન દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. સંસ્થાનો આ પરીક્ષા આયોજનનો મુખ્ય હેતુ ગુજરાતના વિદ્યાર્થીઓને રાજ્યકક્ષા તથા રાષ્ટ્રિયકક્ષાએ લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે, CSAT (સિવિલ સર્વિસ એપ્ટીટ્યૂડ ટેસ્ટ), IBPS (ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંન્કિંગ પર્સોનલ સિલેકશન), NDA, CDS, GPSC, PSI UPSC NET, CAT, MAT, TAT,તલાટી મંત્રી, કોર્ટ કલાર્ક, રેલવે, એલ.આઇ.સી. જેવી પરીક્ષાઓનો વિદ્યાર્થીઓને પરીચય કરાવવાનો તથા તે દિશામાં વિદ્યાર્થીઓના એડવાન્સ ઘડતરનો છે. આ પરીક્ષા ધો.૫ થી કૉલેજકક્ષા સુધીના કોઇપણ વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકે છે. સંસ્થા દ્વારા આ પરીક્ષામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા રાજ્યકક્ષાએ પ્રથમ સોમાં સ્થાન મેળવનાર દરેક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ કસોટી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન, મૌલિકતા, વિચારશક્તિ, અવલોકનશક્તિ, સમજશક્તિ, તર્કશક્તિનો વિકાસ થશે. શાળાઓ પણ આ પરીક્ષાની અગત્યતાને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીને આ પરીક્ષામાં ભાગ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. દર વર્ષે આ પરીક્ષામાં આખા ગુજરાતમાંથી ૧૨૦૦ કરતાં વધારે શાળા - કોલેજાેના એક લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.


Gyan Parab Library

Generally, all know about Library. But the fact of this Library is somewhat different. Different because there is invaluable contribution of this Library in preparing unemployed and students for competitive examinations for higher career development. Candidates need to read different literature related to examination for preparation for recruitment examinations of different State and Central Governments. The said literature is also not available at all places and is also comparatively costly. Hence, the candidate cannot purchase related literature by expending personally and against it, there is importance of job ! In view of this difficulty of candidates, Vikas Vartul has commenced Gyan Parab Library. This different type of Library in the subject of employment - career includes about 5000 books of Career and different competitive examinations and about 140 Gujarati, Hindi and English Magazines for Career and Competitive Examinations and about 10 Daily Newspapers. At present, total more than 2000 students and candidates aspiring job take benefit of this Library. A candidate becoming member of this Library is provided books and magazines for reading at home for ten days.

જ્ઞાનપરબ લાઇબ્રેરી

આમ તો ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીથી સૌ કૌઇ પરીચિત હોય છે. પરંતુ આ ગ્રંથાલયની બાબત કંઇક અલગ જ છે. અલગ એટલા માટે કે વિદ્યાર્થીઓના ઉચ્ચ કારકિર્દી ઘડતરમાં અને બેરોજગારોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામે સક્ષમ બનાવવામાં આ ગ્રંથાલયનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. જુદી જુદી રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની ભરતીપરીક્ષાઓની તૈયારી કરવા માટે ઉમેદવારે પરીક્ષા સંબંધીત જુદું જુદું સાહિત્ય વાંચવું પડે છે. આ સાહિત્ય દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ હોતું નથી અને પ્રમાણમાં મોંઘું પણ હોય છે. એટલે ભરતીપરીક્ષા સંબંધીત સાહિત્ય ઉમેદવાર જાતે ખર્ચ કરીને ખરીદી શકે તેવી સ્થિતિ હોતી નથી અને તેની સામે પાછું નોકરીનું મહત્વ તો ખરું જ ! ઉમેદવારની આ વિડંબણાને ધ્યાનમાં લઇ વિકાસ વર્તુળ દ્વારા આ જ્ઞાનપરબ ગ્રંથાલય શરૂ કરવામાં આવ્યું છે. રોજગાર - કારકિર્દી વિષયક અનોખા આ ગ્રંથાલયમાં કારકિર્દી તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના ૫,૦૦૦ જેટલા પુસ્તકો ઉપરાંત દર મહિને ૧૪૦ જેટલા કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સામયિકો અને દરરોજ ૧૦ જેટલા અલગ અલગ અખબારનો સમાવેશ થાય છે. અત્યારે કુલ ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુક ઉમેદવારો આ ગ્રંથાલયનો લાભ લે છે. આ ગ્રંથાલયમાં સભ્ય બનનાર ઉમેદવારને દસ દિવસ માટે ઘરે પુસ્તકો અને સામયિકો વાંચવા માટે આપવામાં આવે છે.


Classes For Competitive Examination

The Trust also runs classes for written competitive examination for the recruitment by Government of Gujarat in Clerical Cadre, recruitment in the departments like Bank, Railway, LIC. Expert faculty of Trust provides guidance of all examination oriented subjects and weekly tests are also organized for evaluation of students.

સ્પર્ધાપરીક્ષાના વર્ગો

ગુજરાત સરકારમાં કલેરીકલ કેડરની ભરતી, બેંક, રેલવે, એલ.આઇ.સી. જેવા ખાતાઓમાં ભરતી સંદર્ભે ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક લેખીત પરીક્ષાના વર્ગો પણ શરૂ છે. વર્ગમાં ટ્રસ્ટના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તમામ વિષયોનું માર્ગદર્શન આપવામાં આવે છે તથા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સાપ્તાહિક ટેસ્ટ પણ ગોઠવવામાં આવતી હોય છે.


Go to top